આત્મહત્યા શું કામ? : Reason behind Suicide : 2023

આત્મહત્યા શું કામ : મિત્રો આજે વાત કરવી છે આત્મહત્યા વિશે. આત્મહત્યા એટલે પોતાની જીંદગી જ જાતે જ ટૂંકાવી દેવી કે સમાપ્ત કરી દેવી. રોજ આપણે સમાચારમાં જોઈએ છીએ કે આને આત્મહત્યા કરી, અમુક કારણો સર. તો આજે આપણે આના વિશે જરૂરી થોડી વાતો કરીશું….

આત્મહત્યા શું કામ? : Reason Behind Suicide

આત્મહત્યા કરવા પાછળ ઘણાં બધાં કારણો જવાબદાર હોય છે. જેમ કે કોઈએ ડિપ્રેશન માં આવીને આત્મહત્યા કરી, કે પૈસા ના લીધે એટલે કે દેવું વધારે થઈ ગયુ તો,

કે પછી પ્રેમ માં દગો મળ્યો આત્મહત્યા કરી લીધી વગેરે વગેરે. પણ તેમાં બે કારણો છે સૌથી મોખરે છે જેના લીધે સૌથી વધારે આત્મહત્યા કરે છે. એક છે પૈસો અને બીજો છે પ્રેમ.

આત્મહત્યા શું કામ?

Download Images

પૈસો અને પ્રેમ :

આત્મહત્યા શું કામ: આજે જીવન જીવવા માટે પૈસા એ એક સૌથી મોટી જરૂરિયાત છે. પૈસા ના હોય કંઈ પણ કામ જ ના થાય ખાવાથી માંડીને જીવનની દરેક જરૂરિયાત માટે રૂપિયા હોવા જરૂરી છે. પણ પૈસા હંમેશા જીવન જીવન માટે જ હોય છે જીવન ટૂંકાવી દેવા માટે નહીં. મરી ગયા પછી પૈસા નું શુ કરશો. પૈસા ઓછા હોય એવા વ્યક્તિ ઓ કરતા વધારે પૈસા વાળા આત્મહત્યા વધારે કરતા હોય છે..

કેમ કે ખોટી જગ્યાઓ ની લત લાગી હોય. સટ્ટા રમે દારૂ પીવે, આજકાલ તો ફેશન છે શેરબજારમાં રૂપિયા ડબલ કરો અને ડબલ કરવામો ખોવે પછી અને દેવું થઈ જાય. અથવા બીજી ઘણી બધી ખોટી પ્રવૃત્તિઓ કરે તો દેવું થઈ જાય અને પછી ડિપ્રેશન માં આવીને આત્મહત્યા કરે. જિંદગી મળી છે તો શાંતિ થી જીવો ને, તમારી અપેક્ષાઓ ને ઓછી રાખો, સીધા રસ્તે ચાલો, પૈસા છે તો સદઉપયોગ કરો. પણ ના એવું કરવું જ નથી. વધારે ને વધારે લોભ તમને ગેરમાર્ગે દોરી જાય છે.

આત્મહત્યા શું કામ? આત્મહત્યા કરવા પાછળના કારણો : 2023

આત્મહત્યા શું કામ? : બીજું સૌથી મોટું કારણ છે પ્રેમ જે આજના યુવાનો માં સૌથી મોટું જોવા મળે છે.. બીજી કાઈ જીંદગી માં ખબર પડે કે ના પડે પણ પ્રેમ ની ખબર પડી જાય. પ્રેમ શબ્દ આવે એટલે આપણને એજ વાત યાદ આવે આપણા લવરિયા. એકબીજા જોડાયા થોડી વાતો કરી ને પ્રેમ થઇ ગયો, અને એમાં ફેલ થાય એટલે કાતો આત્મહત્યા કરવાની કોશિશ કરે કાંતો એને મારી નાખવાની કે એસિડ છાંટવાનું.

પણ આમાં તો ક્યાંય પ્રેમ છેજ નહિ. પ્રેમ હોત તો આવું કર્યું હોત? ના, પ્રેમ એટલે એકબીજાને સમજવાની એકબીજાને ભાવનાઓની સમજ, એકબીજાને કેમ કરીને ઉંચી મુકામ સુધી પહોચાડવા આને પ્રેમ કહેવાય. કઈ પણ પરિસ્થિતિ હોય છેક સુધી લડી લેવાની તાકાત. પછી સામે વાળું વ્યક્તિ જીવન માં આવે કે ના આવે એ વાતની દુઃખ જરાય ના હોય. બસ એની દરેક પરિસ્થિતિમાં એ વ્યક્તિ ની હમેશાં સંભાળ રાખવી એને મદદ અને બદલામાં કોઈ અપેક્ષા જ ના હોય એ પ્રેમ નું સાચું પગથિયું છે.

આત્મહત્યા શું કામ? અને એના ઉપાય

કોઈ ને મારી નાખવું, એસિડ છાંટવું, કે આત્મહત્યા કરી દેવી એ પ્રેમ છેજ નહિ. પ્રેમ તો અવિરત લાગણીઓ નો પ્રવાહ છે જે સતત વહેતી રહે. અને પ્રેમ આટલે જ અટકતો નથી તમને જે દુનિયામાં લાવ્યું છે એ માબાપ નો પણ પ્રેમ પ્રેમ જ છે, કાઈ ની તો એમની તો ચિંતા કરવી જ જોઈએ તમને આટલે સુધી લાવ્યા ને આવા પગથિયાં ભરો એટલે એમની લાગણીઓ દુભાય, મરી ગયા પછી સાર સંભાળ રાખવા આવાના પાછા? ના.. તો એમનો તો ખ્યાલ રાખો, તમારા મિત્રો છે, એ બધાને તમારા પ્રત્યે પ્રેમ જ હોય છે.

મૂળ થઈ આતો આત્મહત્યા ની પણ આવી પરિસ્થિતિ ના આવે એના માટે શું કરવું. : આત્મહત્યા શું કામ

આત્મહત્યા શું કામ? એના ઉપાય : સૌથી પહેલા તો તમારે વ્યસ્ત રહેવું વ્યસ્ત રહેવું એટલે કાઈ પણ કામ કરવું પણ નવરા ના બેસી રહેવું. ફ્રી હોઈ તો જઈને કોઈને મદદ કરો, ઘર કામ માં મદદ કરો મિત્રો જોડે ગપસપ કરો, રમતો રમો, પણ નવરા ના બેસી રહેવું. આપના માં એક કહેવત છે નવરો બેઠો માણસ નખ્ખોદ વાળે એટલે કઈ ને કઈ કામ માં પોતાને વ્યસ્ત રાખો. અરે કંઈપણ ના હોય તો બહાર જઈને વૃક્ષો વાવો પશુ પંખીઓ ની સેવાકીય પ્રવૃત્તિ ઓ કરો એમાં તમને વધારે આનંદ પણ આવશે… તમારું નામ પણ બનશે અમે તમારું ઘડતર પણ થશે.

દશરથ માંઝી ને ઓળખો છો, જેમણે દવા અભાવ થઈ એમની પત્ની નું નિધન થઈ ગયું, દવા લેવા માટે દૂર જવું પડતું. વચ્ચે મોટો પર્વત ફરીને બીજે ગામ જવું પડતું. એમણે એ પર્વત ને વચ્ચે થી રસ્તો બનાવવાનું નક્કી કર્યું જેથી બીજે ગામ જવાનો માર્ગ ટૂંકો થઈ જાય અને કેમ કે એમણે જે પરિસ્થિતિ માંથી ગુજરવું પડ્યું જેના લીધે એમની પત્ની નું અવસાન થઈ ગયું એવી પરિસ્થિતિ બીજા કોઈને ના આવે. શરૂઆત માં તો ઘણા લોકો એમની મજાક ઉડાવી. છતાં પણ કહેવાય છેને અડગ મન ના માનવીને હિમાલય પણ નડતો નથી, એમ દશરથ માંઝી એ 22 વર્ષો ના અથાગ પ્રયત્નો બાદ પર્વત ને વચ્ચે થી તોડી ને 360 ફૂટ લાંબો રસ્તો બનાવી દીધો, અને ઇતિહાસ માં એમનું નામ અમર થઈ ગયું.

આને કહેવાય જીંદગી જીવી જાણી. નથી પૈસો પણ દિલ ઉદાર, પોતાની પત્ની હયાત નથી છતાં પણ પ્રેમ ભરપૂર. ટૂંકમાં એટલું જ તમારા જીવનને એવી રીતે જીવો કે તમારું જીવન સફળ બની જાય.

Scroll to Top