આજે યાદો નો ઉભરો એટલે કે જયારે પણ કોઈની યાદ આવે છે ત્યારે હૈયામાં ઉભરો આવી જાય છે. આવી યાદો ને અમે શબ્દોમાં દાખવીને તમારા સમક્ષ શાયરી લઈને આવ્યા છીએ, જે તમેં તમારા પરિજનોને વૉટ્સએપ્પ, ફેસબુક પર શેર કરી શકો છો…
હૈયા ના રુદન એજ વ્યક્તિ સમજી શકે જેનું #દિલ તૂટ્યું હોય. પ્રેમ પણ કેવો અઘરો છે જે પામે છે એને હર્ષોઉલ્લાષ થી રહે છે પણ જેને પ્રેમ નથી મળતો એતો સૌ #અધમુવા જીવ ની જેમ રહેતો હોય છે.
પ્રેમ કરનાર વ્યક્તિ એ નથી જાણતો કે સામે વાળો વ્યક્તિને પામી શકશે કે નહિ. બસ એતો પ્રેમ કરી જાણે છે.
યાદો નો ઉભરો શાયરી ગુજરાતીમાં : Yaad No Ubharo
એકલા જીવતા શીખી લીધું મેં જીંદગી,
પણ ક્યારેક યાદોના ઉભરા આવતા આંખો ભીંની થઈ જાય છે…
![Yado No Ubharo Shayari Gujarati](https://www.heartbeatpain.com/wp-content/uploads/2024/01/Yado-No-Ubharo-Shayari-Gujarati-1.jpg)
રોજ બોલતું માણસ અચાનક ચુપ થઈ જાય,
ત્યારે એની ખામોશીમાં ઘણા દર્દ ભર્યા હોય છે…
![Yado No Ubharo Shayari Gujarati](https://www.heartbeatpain.com/wp-content/uploads/2024/01/Yado-No-Ubharo-Shayari-Gujarati-2.jpg)
અચાનક જ સંબધો તૂટતા નથી ક્યારેય,
ધીરે ધીરે લાગણીઓ ઓછી થતી જાય છે,
અને છે મોટું સ્વરૂપ બનીને સંબધો તોડી જાય છે…
![Yado No Ubharo Shayari Gujarati](https://www.heartbeatpain.com/wp-content/uploads/2024/01/Yado-No-Ubharo-Shayari-Gujarati-3.jpg)
દૂર થઈ ગયો છું એવા ચહેરાઓ થી,
જે પળ પળ પોતાના રંગ બદલે છે…
![Yado No Ubharo Shayari Gujarati](https://www.heartbeatpain.com/wp-content/uploads/2024/01/Yado-No-Ubharo-Shayari-Gujarati-4.jpg)
વ્યસ્ત છું હવે મારી જીંદગી માં,
પરવા નથી હવે મને લોકો શું કહેશે…
![Yado No Ubharo Shayari Gujarati](https://www.heartbeatpain.com/wp-content/uploads/2024/01/Yado-No-Ubharo-Shayari-Gujarati-5.jpg)
હજી પણ લખું છું તારી ને મારી વાતો મારા શબ્દો માં,
ફરક હવે એટલો છે પહેલા પ્રેમ હતો હવે દર્દ છે મારા શબ્દો મા…
યાદો નો ઉભરો
![Yado No Ubharo Shayari Gujarati](https://www.heartbeatpain.com/wp-content/uploads/2024/01/Yado-No-Ubharo-Shayari-Gujarati-6.jpg)
આંસુ પાડ્યા રાત રાત ભર જાગીને મેં,
અફસોસ એમને કોઈ ફરક ના પડ્યો મારા આંસુઓનો…
![યાદો નો ઉભરો](https://www.heartbeatpain.com/wp-content/uploads/2024/01/Yado-No-Ubharo-Shayari-Gujarati-7.jpg)
થાય છે કસોટી પ્રેમના પંથ પર ચાલનાર ને,
પાર પડી જાય તો મળે, નહિતર દર્દની અશ્રુધારા ઓ…
![યાદો નો ઉભરો](https://www.heartbeatpain.com/wp-content/uploads/2024/01/Yado-No-Ubharo-Shayari-Gujarati-8.jpg)
અમસ્તા જ નથી મળતા દર્દ દિલના,
અધૂરા લેખ લખ્યા હોય છે આ પ્રેમ માં..
![યાદો નો ઉભરો](https://www.heartbeatpain.com/wp-content/uploads/2024/01/Yado-No-Ubharo-Shayari-Gujarati-9.jpg)
ખોબો ધર્યો તો અમે, ચપટી ભરી પ્રેમ પામવા,
ઘાવ થયા દિલ પર, મળ્યા દર્દ બદલામાં…
![Best યાદો ની ક્ષણ શાયરી 2022 ગુજરાતીમાં](https://www.heartbeatpain.com/wp-content/uploads/2024/01/Yado-No-Ubharo-Shayari-Gujarati-10.jpg)
વેળા થઈ સંધ્યાની, દૂર દૂર સુધી જોયા કરું હું,
ભીંની ભીંની આંખે, પણ નથી તારા આવવાના એંધાણ….
યાદો નો ઉભરો
![Best યાદો ની ક્ષણ શાયરી 2022 ગુજરાતીમાં](https://www.heartbeatpain.com/wp-content/uploads/2024/01/Yado-No-Ubharo-Shayari-Gujarati-11.jpg)
ખુલ્લા આસમાને તારા ખોળામાં શીશ ઝુકાવી,
સ્નેહનો અવિરત પ્રવાહ નીતરતો,
બાંકડો આજે સુનો સુનો…
![Best યાદો ની ક્ષણ શાયરી 2022 ગુજરાતીમાં](https://www.heartbeatpain.com/wp-content/uploads/2024/01/Yado-No-Ubharo-Shayari-Gujarati-12.jpg)
સવાર પડતા ની સાથે પક્ષીઓના કલરવ શરૂ,
ને નિહાળતા નિહાળતા તારી યાદોના સંગમમાં ખોવાઈ જાઉં
![Best યાદો ની ક્ષણ શાયરી 2022 ગુજરાતીમાં](https://www.heartbeatpain.com/wp-content/uploads/2024/01/Yado-No-Ubharo-Shayari-Gujarati-13.jpg)
યાદો પણ કેવી છે જ્યારે પણ આવે,
આંખો ને ભીંજવી જાય છે….
![Best યાદો ની ક્ષણ શાયરી 2022 ગુજરાતીમાં](https://www.heartbeatpain.com/wp-content/uploads/2024/01/Yado-No-Ubharo-Shayari-Gujarati-14.jpg)
આવી મજેદાર શાયરીઓ ને માણવાં અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ પર ફોલ્લૉ કરી શકો છો…