Ek Mulakat : આમ તો ગણા બધા લોકો સાથે મુલાકાત થતી હોય છે પણ એમાં એક એવું વ્યક્તિ હોય છે જે જીંદગી સાથે જુડી જાય છે. એની સાથે સમય પસાર કરવાનું ગમે છે.
અવાર નવાર એની જોડે મળવું એ વ્યક્તિ જોડે વાતો કરવી, હસી મજાક કરવી બહુ ગમે છે. અને જ્યાં સુધી આપણને એ વ્યક્તિ મળે નહીં ત્યાં સુધી મન બેચેન રહે છે,
તો આવી જ અભિવ્યક્તિ વ્યક્ત કરવા આજે અમે શાયરીનું સ્વરૂપ આપ્યું છે તો ચાલો એને માણીએ. દોસ્તો આજે અમે લઈને આવ્યા છીએ મુલાકાત પર શાયરી જે તમને પસંદ આવે તો વૉટ્સઅપ, ફેસબુક પર શેર કરી શકો છો.
Ek Mulakat Adhuri si : મુલાકાત પર શાયરી
મુલાકાતની એ યાદો વસી ગઈ છે દિલમાં,
રોજ ઘૂંટાય છે પળે-પળ ઝળહળતી આંખોમાં…
Ek Mulakat
આપણા દુઃખનું કારણ બતાવું પડે,
એના કરતાં દુઃખને સમજી જાય એજ સાચો સાથી…
‘તું’ અને ‘હું’ થી
“આપણે” સુધીની સફર
એટલે ‘પ્રેમ’…
એના નયનમાં જોઈને એવો મોહિત થઈ ગયો,
અધીરો થયો હું એના પ્રેમના રસમાં ઘોળાઈ જવા…
ચાલ ને એક એવી મુલાકાત કરીએ,
જીંદગી ભર એકબીજામાં સમાઈ જઈએ…
મુલાકાતની એ પળ બહુ અનેરી હતી,
કોલેજનો એ પહેલો દિવસ જ્યારે તને જોઈ હતી….
પ્રેમથી છલકાતી આંખો પહેલી વાર જોઈ,
આસપાસનું દ્રશ્ય તો જાણે ઓઝલ થઈ ગયું…
એક અધૂરી મુલાકાત : મુલાકાત પર શાયરી ગુજરાતીમાં…
વર્ષના છેલ્લા દિવસે મુલાકાત કરીએ,
નજીક આવીને નવા વર્ષને સાથે મનાવીએ…
Ek Mulakat
રોજ ઝંખું છું તારા પ્રેમને પામવા હું,
આવને મળીએ ફરી એકવાર સાંજ ના સુમારે…
યાદ આવે છે મને એ મુલાકાત,
તું અને હું એકબીજાની સાથે હતા,
સમય નહોતો જાજો પણ પ્રેમ ભરપૂર હતો,
હૈયામાં હૂંફ હતી ને વાતો અખૂટ હતી…
પહેલી વાર મળ્યાં એ મુલાકાત યાદ છે…
મોડું થતું હતું તોપણ તે પકડી રાખેલો હાથ યાદ છે…
ચાલ ને એક નવી શરુઆત કરીયે
વોટ્સએપ એફ બી મા ઘણુ જીવ્યા
ચાલ પેહલા ની જેમ ગલી ના નાકે
ફરી મુલાકાત કરીયે…
ગાઢ સંબધો હતા આપણાં બન્ને વચ્ચે,
એક મુલાકાત એવી થઈ કે બધું વિખેરાઈ ગયું…
કેવી મુલાકાત હતી એ, ક્ષણભરમાં દૂર થઈ ગયા,
ફરી ક્યારેય નહીં મળશું, વેદનાની વાત હતી એ…
તમને આ શાયરીઓ ગમી હોય તો તમારો પ્રતિભાવ જરૂરથી જણાવજો અને વૉટ્સએપ્પ, ફેસબુક પર શેર કરજો, તમે અમારા ફેસબુક અને ઇંસ્ટાગ્રામ પર ફોલ્લૉ જરૂરથી કરજો જેમાં અમે દરરોજ નવી નવી શાયરીઓ મુકતા રહીએ છીએ… આભાર મિત્રો…