Labh Pancham 2021 : લાભ પાંચમ એટલે ગુજરાતમાં નવા વર્ષનો પાંચમો દિવસ. દિવાળી બાદ બીજા દિવસે ગુજરાતીઓનું નવું વર્ષ પ્રારંભ થાય છે.
નવા વર્ષમાં પૂજા અર્ચના બાદ ગુજરાતમાં સમસ્ત ધંધા અને રોજગાર પાંચ દિવસ બંધ રહે છે. અને લાભ પાંચમ ના દિવસથી પૂજા કાર્ય બાદ શુભ મુહૂર્ત કરે છે.
લાભ પાંચમ નો દિવસ એટલે વણ જોયુ મુહૂર્ત નો દિવસ. વેપાર ધંધા કરતા લોકો નવા વર્ષ બાદ નાણાકીય વર્ષની શરૂઆત આ દિવસ થી નવા રોજમેળ ની શરૂઆત કરે છે. આ દિવસ જ્ઞાનપંચમી ના નામથી પણ ઓળખાય છે.
અમે લઈને આવ્યા છીએ તમારા માટે શુભેચ્છા સંદેશ જે તમે તમારા સ્નેહીજનોને વહટ્સએપ, ફેસબુક, ટ્વિટર અને અન્ય સોશ્યિલ મીડિયા પર શેર કરી શકો છો.
લાભ પાંચમ મુહૂર્ત :-
- 9 નવેમ્બર સવારે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) – 09:32 થી 01:47
- બપોરે મુહૂર્ત (શુભ) – 03:12 થી 04:37
- સાંજે મુહૂર્ત (લાભ) – 07:37 થી 09:12
- રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) – 10:47 થી 03:33, નવેમ્બર 10
લાભ પાંચમની શુભેચ્છા સંદેશ : Labh Pancham 2021
આપને અને આપના પરિવારને
લાભ પાંચમની શુભકામનાઓ
Labh Pancham

આપ પર શ્રી ગણેશજી ની કૃપા રહે,
તમારા હરેક કાર્ય સફળ અને લાભદાયી બને,
તમને અને તમારા પરિવારને લાભ પંચમની શુભેચ્છાઓ…
Labh Pancham

તમને અને તમારા પરિવારને
લાભ પાંચમની શુભકામનાઓ

તમારી હર મનોકામના પૂર્ણ થાય,
દરેક પંથે તમને પ્રગતિ મળે,
નવું વર્ષ તમને લાભદાયી રહે…
શુભ લાભ પાંચમ

માઁ લક્ષ્મી તમને અને તમારા પરિવાર પર કૃપા રાખે,
તમારા ભંડાર ભર્યા રાખે, નવું વર્ષ લાભદાયી રહે તેવી શુભેચ્છાઓ

નવું વર્ષ તમને લાભદાયી રહે,
તમારા બધાજ કામ પુર્ણ થાય,
તમને અને તમારા પરિવારને,
લાભ પાંચમ ની શુભકામનાઓ

આવી લાભ પાંચમ ચાલો કરીએ શરૂઆત,
સહુ ભેગા મળીને કરીએ કામની શરૂઆત,
તમને લાભ પાંચમની શુભેચ્છાઓ

લાભ પાંચમની શુભેચ્છાઓ

આપને અને આપના પરિવારને
લાભ પાંચમની શુભકામનાઓ

નવા વર્ષમાં નવા મુહૂર્તમાં તમને પ્રગતિ મળે,
તમારા સઘળા કામ સફળ થાય તેવી પ્રુભુને પ્રાર્થના

તમે અમને ફેસબુક પેજ પર ફોલ્લૉ કરી શકો છો. ક્લિક અહીં: Facebook