Premani Lagniyo : પ્રેમ એટલે શું?… હ્રદયમાં વહેતી અવિરત લાગણીઓ પ્રવાહ એટલે પ્રેમ. પ્રેમ એ કોઈ વસ્તુ નથી કે એ આપમેળે મળી જાય. પ્રેમ તો એક લાગણીનો દરિયો છે, આવી લાગણીઓની અવિરત ધારા પ્રેમનું સ્વરૂપ બને છે.
આવા જ પ્રેમની અભિલાષા વ્યક્ત કરવા માટે અમે લઈને આવ્યા છીએ પ્રેમના શબ્દો જે તમે આપણા સ્નેહીજનો ને વૉટ્સએપ્પ, ફેસબુક પર મોકલી શકો છો.
Premani Lagniyo પ્રેમની અવિરત લાગણીઓ – ગુજરાતી શાયરી
તારી સાદગી પણ સોહામણી બની જાય,
જયારે કપાળમાં કુંકુમની બિંદી ધરે…
Premani Lagniyo
દિવસ ઢળતાની વેળાએ,
ખેતરેથી પાછા વળતા ટોળામાં,
એક તારી ઝાંખી દેખાય ને,
હૈયામાં હરખની હેલી ઉપડે…
આ કમોસમી વરસાદ તો જો,
રહી રહી ને તારી યાદોના ટીપાં વરસાવે છે…
ધડકતું રદય હતું મારી પાસે,
બસ ધબકારાની જરૂર હતી ને તમે આવ્યા…
રાતના અંધારામાં દીવાની સામે તારૂ આવવું,
એનું અજવાળું પણ ફિકું પડી જાય…
બધાનું માનવું હતું કે તીખી મિર્ચી છે,
ચાખીને જોઉં તો ચોકલેટની જેમ મીઠી છે…
અમી ભરેલી નજરો તારી,
ને એમાં હું છવાઈ ગયો…
એકલું અટુલું વૃક્ષ ઉભું હતું રણમાં,
તમે આવીને પ્રેમનો માળો સીંચ્યો ને એ લીલું થઈ ગયું…
કશું જોતું નથી મારે તારા સિવાય,
પ્રેમની એક હૂંફ રાખજે જીંદગી જીવી લેશું સાથે…
પ્રેમ એટલે શું?
અવિરત લાગણીઓ નો પ્રવાહ…
આવી જ લેટેસ્ટ શાયરીઓ માણવા માટે તમે અમારા ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરો Click : Instagram